top of page

રાજપીપળામાં સર્જાયુ અનોખુ દ્રશ્ય, 90 મિનિટ સુધી તલવારબાજી થકી કરાઇ આરતી



રાજપીપળા:રાજપીપળાના હરસિદ્ધિ માતાના 417 વર્ષ જૂના ઐતિહાસિક મંદિરે રાજપૂત સમાજના યુવાનો દ્વારા શૌર્યતાની નિશાની ગણાતા કેસરી સાફા પહેરી અને હાથમાં તલવાર લઇ માતાજીની અનોખી આરતી કરવામાં આવી હતી. હરસિદ્ધિ માતાના મંદિરે પણ ભક્તો અનોખી રીતે માની પૂજા અર્ચના કરે છે. 417 વર્ષ પુરાનું  આ મંદિર રાજપૂતોની કુળદેવી મનાય છે. આસો મહીનાનાઆ સાતમના દિવસે 10 વર્ષના બાળકથી લઈને 40 વર્ષના યુવાનોએ એકી સાથે આરતીની ધૂનમાં તલવારબાઝી કરી ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું .


સમાજના યુવકો યુવતીઓ 90 મિનિટ સુધી તલવારબાજી થકી 3 આરતી કરવામાં આવી

સત્તત 1 કલાક અને 30 મિનીટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 150 જેટલા યુવાનો યુવતીઓએ સતત તલવાર બાજી  કરી હતી.  આ મહા આરતીમાં રાજપૂત સમાજની મહિલાઓ પણ તલવાર સાથે જોવા મળી હતી. હજારો ભક્તો આ તલવાર આરતીમાં લીન બન્યા હતા અને આ અનોખી આરતી જોવા પણ લોક ટોળા ઉમટી પડ્યા હતાં. સમાજનાં બાળકો યુવાનો તલવાર બાજી શીખી આજે મહા આરતીમાં જોડાયાં છે. આ પરંપરાના માધ્યમથી અમારી અસ્ત્રકળાને જીવંત રાખવાના પ્રયાસો થઇ રહયાં છે તેમ તલવારબાજી શીખવનારા  રવિરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું. રાજપુત સમાજના યુવાનો તલવારબાજીની કળા હસ્તગત કરે તે માટે બે વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહયાં છે તેમ રાજપુત સમાજના પૂર્વ પ્રમુખ યશપાલસિંહ ગોહિલે જણાવ્યું છે.

( તસવીર – પ્રવિણ પટવારી )

વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..

















article source

#RajputSamaj #Darbar #HarasidhdhiMataji #SwordAarti #Rajpipla #navrarti #kshatriya #2016 #News

0 views0 comments
bottom of page