top of page

નથી ડોક્ટર કે એન્જિનિયર, પૌંઆ વેચીને મહિને કમાય છે બે લાખ





રાયપુરના જયસ્તંભ ચોકમાં સાહૂજી રોજ સવારે 6થી 10 વાગ્યે લારી લગાડે છે. તેમની લારી પર ન તો કોઈ નામ છે કે નથી કોઈ વિજ્ઞાપન. નવા લોકો આ લારી પર લોકોની ભીડ જોઈને અંદાજ લગાવે છે કે આ તેમની જ હશે. તેમની પાસે પૌંઆ ખાવા આવતા ગ્રાહકો તેમની સાથે સેલ્ફી પડાવી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર મૂકે છે. 





જોરાપારાના નિવાસી સાહૂ અહિં વર્ષોથી પૌંઆની વેચે છે. તેમને પૂછતા સાહૂ કહે છે કે સવારે 6થી 10 અહિં પૌઆ વેચું છું અને ઘર ખર્ચ નીકળી જાય છે. તેમના ઘણા સંબંધીઓ શહેરમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે.    તેમનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થાય છે. ઘરે પૌંઆ બનાવીને લગભગ સાડા છ વાગ્યે ચોકમાં લાગી લગાવે છે. તે રોજ લગભગ 20 કિલો પૌંઆ બનાવે છે. તે લોકોને દિવસના લગભગ 400 ડીશ પૌઆ ખવડાવે છે. વર્ષોથી 20 રૂપિયા ડીશના હિસાબે દિવસના 8000 રૂપિયા કમાઈ લે છે. અને મહિને લગભગ 2 લાખ રૂપિયા પાડે છે. 

#ahmedabad #ahmedabadattitude #ahmedabadattitudecom #wwwahmedabadattitudecom

0 views0 comments
bottom of page